Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

પરિવારની ચિંતા વધારવા નથી ઇચ્છતી ગૌરી ટોંક

ખુબ લોકપ્રિય ટીવી શો 'શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી'માં મહત્વનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી ગોૈરી ટોંકે પોતાના પરિવારની સુરક્ષાને ધ્યાને રાખી આ શોમાં કામ કરવાનું છોડી દીધુ છે. મુંબઇમાં મહામારીને કારણે હાલત વધુ ખરાબ છે. મહારાષ્ટ્ર સરકારે ભલે ટીવી શોના શુટીંગ ચાલુ કરવાની મંજુરી આપી હોઇ, પરંતુ ગોૈરી હાલમાં જોખમ લેવાને બદલે શોમાં કામ કરવાનું છોડી દેવાનું વધુ યોગ્ય સમજે છે. સરકારે જરૂરી નિયમોનું પાલન કરીને ટીવી શોના નિર્માતાઓને શુટીંગ કરવાની છુટ આપી છે. ગોૈરી ટોંક હાલમાં કોરોનાને કારણે તેના વતન સોનીપતમાં પરિવારજનો સાથે જ છે. હાલમાં તે મુંબઇ પરત ફરવા ઇચ્છતી નથી. ગોૈરીએ કહ્યું હતું કે મારા પતિ યશ ટોંક સાથે હું સોનીપતમાં છું. યશના માતા-પિતા અહિ જ રહે છે. લોકડાઉન વખતથી હું પતિ અને દિકરી સીહતના પરિવાર સાથે અહિ છું. હાલના સંજોગોમાં હું મુંબઇ પાછી આવીને પરિવારની ચિંતા વધારવા ઇચ્છતી નથી. આ કારણે હાલ પુરતો શો છોડી દેવાનું નક્કી કર્યુ છે.

(9:50 am IST)