Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

સતર વર્ષ પછી ફરી અભિનયમાં ખીલી ઉઠી સુષ્મિતા

સતર વર્ષ પછી અભિનય ક્ષેત્રે પાછી ફરેલી સુષ્મિતા સેનની વેબ સિરીઝ આર્યા ડિઝની પ્લસ હોટસ્ટાર પર ખુબ જોવાઇ રહી છે. સુષ્મિતાએ આ ક્રાઇમ અને થ્રિલર જોનરની સિરીઝથી જબરદસ્ત કમબેક કર્યુ છે. સુષ્મિતા સિવાયની પણ ઘણી એવી બાબતો છે જે આ સિરીઝમાં છે. લેડી ડોનની આસપાસ વણાયેલી આ કહાની છે. ગેરકાયદેસર દવા અને અફીણના ધંધાની વાત છે. કઇરીતે આર્યાપોતાના પતિની હત્યા પછી આ દુનિયામાં આવે છે અને કઇ રીતે પતિના હત્યારાઓ સામે લડે છે તેની કહાની છે. શું તે પતિના હત્યારાઓને શોધી શકે છે કે નહિ? તે જાણવા આ સિરીઝ જોવી પડશે. સુષ્મિતાના પતિનો રોલ ચંદ્રચુડસિંહે નિભાવ્યો છે. સિકંદર ખેર પણ મુખ્ય રોલમાં છે. બાળ કલાકારો વૃતિ અને વિરેન સુષ્મિતાના બાળકોના રોલમાં છે. સ્ટોરી પણ ખુબ રસપ્રદ અને અંત સુધી બાંધી રાખે તેવી છે. નિર્દેશનનું કામ પણ એટલુ જ પ્રભાવશાળી છે. અહિ જો કે અન્ય ક્રાઇમ સિરીઝની જેમ ગાળોનો વરસાદ નથી.

(9:49 am IST)