Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

આયુષ્યમાનની ફિલ્મ 'આર્ટિકલ-૧૫'નું શુટીંગ પુરૂ થયું માત્ર ૩૦ જ દિવસમાં

મુંબઇ તા. ૨૫: આયુષ્યમાન ખુરાના ઘણા સમયથી તેની ફિલ્મો થકી બધાને ચોંકાવતો રહે છે. તેની આગામી ફિલ્મ 'આટિકલ-૧૫' આ શુક્રવારથી રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મનું શુટીંગ માત્ર ૩૦ જ દિવસમાં પુરૂ કરવામાં આવ્યું હતું. નિર્દેશક અનુભવ સિન્હાની ટીમે શુટીંગ શેડ્યુલમાં વધારે રજા પાળી નહોતી. અનુભવની છેલ્લી ફિલ્મ મુલ્ક જોયા પછી આયુષ્યમાન તેની સાથે કામ કરવા આતુર હતો. તેણે આર્ટિકલ-૧૫ની કહાની સાંભળતા જ કામ કરવાની હા પાડી હતી. ફિલ્મનું વાસ્તવિક સ્થળોએ શુટીંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અનુભવ અને ઝી સ્ટુડિયોઝ દ્વારા બનાવવામાં આવી છે.

(3:30 pm IST)