Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વાણી કપૂર સાથે હવે અનુપ્રિયા ગોયેન્કાની પણ પસંદગી થઇ

રિતીક રોશન અને ટાઇગર શ્રોફની આવનારી એકશન થ્રિલર ફિલ્મની ઘણા સમયથી ચર્ચા છે. યશરાજ બેનર આ ફિલ્મના નિર્માતા છે. ટાઇગર અને રિતીક સાથે વાણી કપૂરની પસંદગી પહેલેથી જ થઇ ગઇ હતી. હવે વધુ એક હસીનાને એન્ટ્રી થઇ છે. ફિલ્મ પદ્માવતમાં કામ કરી ચુકેલી અભિનેત્રી અનુપ્રિયા ગોયેન્કા પટેલને પણ આ ફિલ્મમાં ખાસ રોલ મળ્યો છે. અનુપ્રિયાએ કહ્યું હતું કે હું ફિલ્મ સાથે જોડાઇને અત્યંત ખુશ છું. રિતીક અને ટાઇગર જેવા કલાકારો સાથે કામ કરવાની તક મળતાં હું ઘણું શીખી શકીશ. યશરાજ બેનર સાથે મારી આ બીજી ફિલ્મ છે. આ પહેલા યશરાજની ટાઇગર જીંદા હૈમાં પણ મેં કામ કર્યુ હતું. આદિત્ય ચોપડાની હું આભારી છું કે મને ફરીથી તક આપી. મને આશા છે કે દર્શકોને મારી આ ફિલ્મનો રોલ ખુબ ગમશે. રિતીક-ટાઇગરની આ ફિલ્મનું નામ 'ફાઇટર' રખાય તેવી શકયતા છે. અનુપ્રિયાની પાંચાલી નામની વેબસિરીઝ ખુબ વખાણાઇ છે.

(10:03 am IST)