Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ફિલ્મ કરતાં ટીવી પરદે વધુ પૈસાઃ શુભવી

 શો 'કસોટી જિંદગી કી-૨'માં કામ કરી રહેલી અભિનેત્રી શુભવી ચોકસીએ  અભ્નિયની શરૂઆત ધડક ફિલ્મથી કરી છે.  તે કહે છે ધડકમાં ઇશાન અને જ્હાન્વી કપૂરે કમાલનું કામ કર્યુ હતું. મારા માટે એ ફિલ્મ અનુભવ સમાન હતી. મને એ ફિલ્મમાં કામ કરવું ખુબ ગમ્યું હતું. શુભવી ફિલ્મ અને ટીવી શોના શુટીંગ વચ્ચેના અંતર વિશે કહે છે કે ટીવીમાં કામ કરતા હો ત્યારે તમારી પાસે ટેલિકાસ્ટના મુદ્દા હોય છે, અમુક સમયમાં જ બધુ કરવાનું હોય છે. ફિલ્મમાં શુટીંગ પહેલા રિહર્સલ થતું હોય છે. પરંતુ ટીવી શોમાં આવું સંભવ નથી. તમને સ્ક્રિપ્ટ મળે કે તરતર જ શુટીંગમાં જોડાઇ જવાનું હોય છે. જો કે કસોટી જિંદગી કી-૨ના નિર્દેશક મુજમ્મિલ દેસાઇ કયારેક રિહર્સલ કરાવે છે. ટીવી પરદે બોલીવૂડ કરતાં વધુ પૈસા મળે છે. શુભવીને હવે એવી ફિલ્મ કરવાની ઇચ્છા છે જેમાં તેનો રોલ એકદમ કમજોર છોકરીનો હોય અથવા તો ગેંગસ્ટરનો હોય.

(10:02 am IST)