Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

શ્રીદેવીની હિટ ફિલ્મની રીમેકમાં કામ કરશે દીપિકા:ટૂંકમાં કરાશે સત્તાવાર જાહેરાત

મુંબઈ :બોલીવુડનીઅભિનેત્રી દીપિકા પાદુકોણ પાસે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઉપરાંત અન્ય હાલ હાથમાં કોઈ પ્રોજેક્ટ નથી.પરંતુ ઈરફાન ખાન બીમાર હોવાના કારણથી પ્રોજેક્ટ અટવાઈ પડ્યો છે. દીપિકાને લઈને હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે તે દિવગંત અભિનેત્રી શ્રીદેવીની હિટ ફિલ્મની રીમેકમાં નજરે પડી શકે છે.

  સુત્રોના જણાવ્યા મુજબ, દીપિકા પાદુકોણ દિવગંત કલાકાર શ્રીદેવીની દાયકા જુની ફિલ્મની રીમેકમાં મુખ્ય અભિનેત્રી તરીકે નજરે પડી શકે છે. જોકે, હજી સુધી ફિલ્મના નામ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

   સુત્રોના જણાવ્યા મુજબ શ્રીદેવીની ફિલ્મના પ્રોડ્યુસર દક્ષિણ ભારતીય હતા અને તેનુ ડાયરેક્શન બોલીવુડ ડાયરેક્ટરે કર્યુ હતું. અત્યારે ફિલ્મના રાઈટ્ ખરીદવાને લઈને વાતચીત ચાલી રહી છે.

(11:20 pm IST)