Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રૂપેરી પડદે સુપરહીરો તરીકે જોવા મળશે વરુણ ધવન

મુંબઇ:સુપર હીરો તરીકે હૃતિક રોશન સફળ હીરો ગણાયો છે. જોકે હવે આ યાદીમાં વરુણ ધવનનું નામ પણ સામેલ થઇ જશે. તે કરણ જોહરની આગામી ફિલ્મમાં સુપર હીરોનું પાત્ર ભજવતો જોવા મળશે.
બોલીવૂડની ગપસપને સાચી માનીએ તો કરણ જોહર પ્રોડકશન જલદી જ વરુણ ધવન સાથે એક સુપર હીરો ફિલ્મ બનાવાની યોજના કરી રહ્યું છે. આ ફિલ્મનો દિગ્દર્શક પણ કરણના દિગ્દર્શકોમાંનો જ એક હશે. વરુણ અને કરણની ટીમે એક લાંબી મુલાકાત કરી હતી જેમાં વરુણને ફિલ્મના આઇડિયા સમજાવ્યા હતા જે વરુણને પસંદ પડયા છે. જોકે હજી આ બાબતે બન્ને પક્ષે અંતિમ નિર્ણય લીધો નથી.

(6:30 pm IST)