Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

'ભારત'માં આ અભિનેતાને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળશે

મુંબઈ: ટાઇગર જિંદા હૈ જેવી સુપરહિટ ફિલ્મોને નિર્દેશ કરી ચૂકેલ બોલીવુડના જાણીતા નિર્દેશક અલી અબ્બાસ જફર ટૂંક સમયમાં પોતાની નવી ફિલ્મને લઈને આવી રહ્યા છે જેની ચર્ચા હાલમાં જોરશોરથી ચાલી રહી છે અલી અબ્બાસ જફર ફિલ્મ ભારતને લઈને આવી રહ્યા છે જેમાં સલમાન ખાન,પ્રિયંકા ચોપડા,દિશા પટાની,તબ્બુ જેવા સ્ટારની પસંદગી કરવામાં આવેલ છે અને આ ફિલ્મમાં ખાસ પાત્ર માટે અલી જ઼ફલની પસંદગી થઇ હોવાનું એક સમાચાર એજન્સી દ્વારા જાણવામાં આવી રહ્યું છે.પરંતુ હજુ સુધી અલીએ આ ફિલ્મને સાઈન નથી કરી હાલમાં તો તે એક બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

(6:29 pm IST)