Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જાને ભી દો યારો જેવી ક્લાસિક કોમેડી ફિલ્મ સ‌હિત ૨૦૦થી વધારે ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર ગુજરાતી અભિનેતા સતીશ શાહનો જન્મદિવસ

મુંબઇઃ હિન્દી ફિલ્મો સહિત અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરનાર ગુજરાતી ફિલ્મ અભિનેતા સતીશ શાહનો આજે જન્‍મદિવસ છે.

સતીશ શાહનો જન્મ 25મી જૂન 1947ના રોજ ગુજરાતના કચ્છ સ્થિત માંડવી ગામમાં થયો હતો. હિન્દી સિવાય તેમણે અનેક મરાઠી ફિલ્મોમાં કામ કર્યું. તે પોતાની કૉમિક ટાઈમિંગ માટે ફેમસ છે. તેમણે 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

ફિલ્મઅરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાનથી તેમને નોટિસ કરવામાં આવ્યા. જાને ભી દો યારોંમાં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી. તેમણે પોતાના કરિયરની શરુઆતમાં યે જો હૈ ઝિંદગીનામની કૉમેડી ટીવી સીરિયલ કરી હતી. તેમણે એક જ વર્ષમાં 60થી જેટલા અલગ અલગ રોલ કર્યા હતા.

સારાભાઈ vs સારાભાઈમાં તેમની એક્ટિંગના ખુબ વખાણ કરવામાં આવ્યા. 1972માં તેમણે મધુ શાહ સાથે લગ્ન કર્યા. તેમણે અમુક ફિલ્મોમાં નેગેટિવ રોલ પણ પ્લે કર્યા છે.

(6:08 pm IST)