Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

હોકી ખેલાડીના વાસ્‍તવિક જીવન ઉપર આધારીત ગોલ્ડ ફિલ્મનું ટ્રેલર રિલીઝઃ અક્ષયકુમારની આ ફિલ્મથી દેશભક્તિની ભાવના જાગી જશે

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા અક્ષયકુમારની 'ગોલ્ડ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર જોઈને તમારી અંદર દેશભક્તની ભાવના જાગી જશે. આ ફિલ્મ એક હોકી ખેલાડીના વાસ્તવિક જીવન પર આધારિત છે જેણે સ્વતંત્ર ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ ગર્વથી ઉંચું કર્યું હતું. આ ફિલ્મમાં ભારત માટે પહેલા ગોલ્ડનું સપનું જોનાર હોકી ખેલાડીના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલરમાં અક્ષયકુમાર જબરદસ્ત લાગે છે. 

'ગોલ્ડ' મારફતે દેશ માટે પહેલો ગોલ્ડ જીતવાનું સપનું જોનાર ટીમના સંઘર્ષને દર્શકો સામે રજૂ કરવામાં આવશે. 1936માં શરૂ થયેલા આ પ્રવાસને જીત સુધી પહોંચવા માટે 12 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. ભારતે 12 ઓગસ્ટ, 1948ના ઓલિમ્પિકમાં એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાનો પહેલો ગોલ્ડ મેળવ્યો હતો. 

ટીવી એક્ટ્રેસ મૌની રોય આ ફિલ્મથી બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરી રહી છે. ટ્રેલરમાં તે સશક્ત રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મમાં તેની સાથે અમિત સધ, કુણાલ કપૂર અને વિનીત કુમાર સિંહ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. રીમા કાગતીની આ ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે. 

(6:04 pm IST)