Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

એક બેગ દોઢ લાખનીઃ બંને બહેનોની બેગ ૩ લાખની

મુંબઇ તા. ૨૫: કરિશ્મા કપૂર અને કરીના કપૂર હાલમાં જ લંડનમાં રજા વિતાવીને પરત ફરી છે. બંને બહેનોની સ્ટાઇલ ભલે એકબીજાથી અલગ હોય પરંતુ બ્રાંડ્સને લઇને બંનેની પસંદ મોટાભાગે સરખી જ હોય છે.જુતા, જેકેટ, બેગ કે શર્ટ જે કંઇ પણ હોય બંને બહેનો પાસે આ બ્રાંડના આઇકોનિકસ પીસ બંને બહેનો પાસે હોય જ છે.

કરિશ્મા અને કરીનાની એક તસ્વીર સામે આવી છે. જેમાં બંને ટ્વિન બેગ્સ સાથે જોવા મળે છે. આ બેગ્સની કિંમત આશરે ૩ લાખ રૂપિયા છે. તાજેતરમાં જ કરશ્મિાએ કરીના સાથે સોશિયલ મિડીયા પર એક તસ્વીર શેર કરી હતી, જેમાં બંને બહેનો ખૂબ સ્ટાઇલિશ લાગતી હતી. તસ્વીરમાં કરિશ્માએ વ્હાઇટ ટી-શર્ટ અને બ્લૂ જિંસ સાથે બ્લેક જેકેટ પહેર્યુ છે. તો કરીનાએ ચેકસ શર્ટ પહેર્યુ છે.

આ તસ્વીરમાં બંનેના આઉટફિટ સિવાય તેમની બેગ્સ છે તે પણ ખુબ ખાસ છે. કરીના-કરિશ્માની આ બેગ્સ ફેશન માર્કેટ અને સોશિયલ મિડીયામાં ચર્ચાનો વિષય છે. બેગ્સ ખૂબ જ સ્ટાઇલિશ અને ટ્રેંડી છે. આ બેગ્સ દરેક વ્યકિત ખરીદી શકે તેટલી સસ્તી નથી પરંતુ આ બેગ્સ જેવી બેગ્સ તો ખરીદીજ શકો છો. કરિશ્મા અને કરીના પાસે જે બેગ્સ છે તે બલેનસિયાગાની સ્લિંગ બેગ છે.

બલેનસિયાગાની સ્લિંગ બેગની કિંમત સાંભળીને સોૈ કોઇ આશ્ચર્યમાં મૂકાઇ જાય છે. એક બેગની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા છે. આ બેગ વિશ્વની સોૈથી પ્રતિષ્ઠિત બેગ પૈકીની એક છે. આ બેગ પોતાની લેધર કવોલિટીના કારણે ઘણી લોકપ્રિય છે. આ બેગનું લેધર એકદમ સોફટ હોય છે. રિંકલ્સ અને લાઇન્સ સાથે આ વિંટેજ લેધરવાળા બેગનો લૂક શાનદાર છે. કપૂર સિસ્ટર્સની સ્ટાઇલ અને ટેસ્ટ ગજબનો છે અને તેને કેરી કરવામાં તે જરા પણ પાછળ નથી પડતી. (૧.૨૬)

(3:26 pm IST)