Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

પિતા અને ભાઇ સાથે કોમેડી ફિલ્મ કરવી છે શ્રધ્ધાને

બોલીવૂડના વિલન કોમેડિયન શકિત કપૂરની દિકરી શ્રધ્ધા કપૂરે બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. આશિકી-૨ પછી શ્રધ્ધાને મોટી-મોટી ફિલ્મો મળવા માંડી છે. તેની ઇચ્છા હવે પિતા શકિત કપૂર અને ભાઇ સિધ્ધાંત કપૂર સાથે કામ કરવાની છે. શ્રધ્ધાએ કહ્યું હતું કે હું પિતા અને ભાઇ સાથે મળીને એક કોમેડી ફિલ્મમાં કામ કરવા ઇચ્છુ છું. આ પાછળનું કારણ એ છે કે અમારા ત્રણેય વચ્ચે જોરદાર તાલમેલ છે. અમે ત્રણેય જ્યારે પણ ભેગા હોઇએ છીએ ત્યારે ખુબ ધમાલ મસ્તી હોય છે. શ્રધ્ધાએ કહ્યું હતું કે તે કોઇપણ સ્ટેજ શોમાં પિતા અને ભાઇ સાથે પરફોર્મ કરતાં પણ અચકાશે નહિ. શ્રધ્ધા હાલમાં બાહુબલી પ્રભાસ સાથે સાહો ફિલ્મ કરી રહી છે. આ ઉપરાંત શાહીદ કપૂર સાથે બત્તી ગૂલ મિટર ચાલુમાં પણ કામ કરી રહી છે.

(9:20 am IST)