Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

પત્‍નિ,પુત્રી સાથે માલદીવમાં રજાની મજા માણતો રોહીત

નવી દિલ્‍હી : ટીમ ઇન્‍ડિયાના કેપ્‍ટન રોહિત શર્મા પરિવાર સાથે માલદીવમાં રજાઓ ગાળવા ગયા છે. તેણે તેની કેટલીક તસવીરો ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે રિતિકા સાથે બીચ પર રોમેન્‍ટિક પોઝ આપતી જોવા મળે છે. ફોટો શેર કરતા તેણે  લખ્‍યું કે, મારે આગામી થોડા દિવસો માટે આટલુ  જ જોઇએ છે. આ ફોટામાં રિતિકા રોહિતના ખભા પર માથું મુકેલી જોવા મળી રહી છે. તે જ સમયે, રોહિત પણ તેની તરફ ખૂબ પ્રમથી જોઇ રહ્યો છે. આ રોહિતે ઇન્‍સ્‍ટા સ્‍ટોરી પર તેની પુત્રી સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને લખ્‍યુ હતું કે ‘‘પેરેડાઇઝ'' આ ફોટોમાં રોહિત તેની પુત્રીને સમુદ્રનો સુંદર નજારો બતાવતો જોવા મળે છે.

(3:05 pm IST)