Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

આપણા પરિવારમાં ભાઇચારો બન્યા રહે, આપણે એક રહીએઃ અમિતાભ બચ્ચન સહિતનાએ ઇદની શુભેચ્છા પાઠવી

મુંબઇ : મહાનાયક અમિતાભ બચ્ચને ફેન્સને ઇદની શુભેચ્છા આપતા ટવીટ કરી લખ્યું, 'બધા લોકોને ઇદની શુભેચ્છા અને આ મુબારક દિન શાંતિ, સદ્ભાવ, સારૂ સ્વાસ્થ્ય, હંમેશા માટે દોસ્તી અને પ્રેમ માટે પ્રાર્થનાઓ. શાંતિ અને પ્રેમથી આપણે એક સાથે રહીએ અને આપણા પરિવારમાં ભાઇચારો બન્યો રહે. એક રહીએ અને એક બન્યા રહીએ.'

અભિનેત્રી નુસરત ભરૂચાએ પોતાના પરિવારની સાથે તસ્વીર શેર કરતા ઇદની શુભેચ્છા આપી છે. તેણે લખ્યુ છે કે તમને બધાને મારા પરિવાર તરફથી તમારા પરિવારને ઇદની શુભેચ્છા.

મનોજ વાજપેયીએ ફુલોની તસવીરની સાથે જયારે હિના ખાન અને ગૌહર ખાને પોતાની તસવીરની સાથે ફેન્સને ઇદની શુભેચ્છા આપી છે.

(5:52 pm IST)