Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જૈકલીન અને કરણનો શો હોમ ડાન્સર આજથી શરૂ

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આવા સમયે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ઘરે બેઠા દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. લોકડાઉન વચ્ચે હવે જૈકલીન ફર્નાન્ડીઝ ડિઝની અને હોટસ્ટાર પરથી ઓનલાઇન ડાન્સીંગ શો રૂ કરી રહી છે. આ શોમાં દેશના એ હોમ ડાન્સરને પોતાનું હુનર દેખાડવાની તક મળશે જેને હજુ સુધી કોઇ પ્લેટફોર્મ મળ્યું નથી. આ શોને ટીવી પરદાનો જાણીતો અભિનેતા કરણ વાહી હોસ્ટ કરશે. હોમ ડાન્સરનો પહેલો એપિસોડ આજે પચ્ચીસમીએ રિલીઝ થયો છે. ડાન્સર તરીકે સોૈથી સારું પ્રદર્શન કરનારા કલાકારની પસંદગી પણ ઓનલાઇન થશે. જૈકલીન અને હોસ્ટ કરણે દેશભરના કલાકારોને પોતાના ઘરમાં રહી ડાન્સીંગ શૂઝ પહેરીને હોમ ડાન્સરમાં ભાગ લેવો પડશે. જૈકલીને કહ્યું હતું કે ડિઝની અને હોટસ્ટારની અનોખી ડાન્સ સ્પર્ધા હોમ ડાન્સરમાં ભાગ લઇને હું અત્યંત ખુશ છું. ડાન્સ તમને હમેંશા ફિટ રાખે છે.

 

(9:31 am IST)