Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

નવાજુદ્દિન અને તમન્નાની ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ પર

કોરોના મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું હોઇ અનેક નવી ફિલ્મો સિનેમા હોલ સુધી પહોંચી શકે તેમ ન હોઇ તૈયાર થઇ ગયેલી ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. અનેક મોટી ફિલ્મો એક પછી એક રિલીઝ થવાની તૈયારીમાં છે. નવાજુદ્દિન સિદ્દીકીની ઘૂમકેતુ પછી હવે બીજી ફિલ્મ બોલે ચુડીયા પણ ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. અમિતાભની ગુલાબો સિતાબો, વિદ્યા બાલનની શકુંતલા દેવી પણ આ પ્લેટફોર્મ પર આવશે. બોલે ચુડીયાના નિર્માતા રાજેશ ભાટીયાએ કહ્યું હતું કે અમે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર લઇ જવા વિચાર કર્યો છે. જો આ ફિલ્મ ઓટીટી થકી બસ્સો દેશ સુધી પહોંચશે તો એ ખુબ સારી બાબત હશે. એક વેસાઇટ સાથે વાત થઇ છે. આ ડીલ સોૈથી વધુ ફાયદાકારક હશે. ફિલ્મમાં નવાજુદ્દિન સાથે તમન્ના ભાટીયા, કબીર દુહનસિંહ, રાજપાલ યાદવ, આદિત્ય શ્રીવાસ્તવ સહિતના મુખ્ય રોલમાં છે. રોમાન્ટીક સોશિયલ ડ્રામા જોનરની આ ફિલ્મ છે. નિર્દેશન નવાજુદ્દિનના ભાઇ શમાસ સિદ્દીકીએ કર્યુ છે.

(9:31 am IST)