Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

'હમારી બહુ સિલ્ક'ના કલાકારોને ન મળ્યું મહેનતાણુ

મહામારીએ અનેક કલાકારોને બેકાર કરી દીધા છે. ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા કલાકારો અને ટેકનીશિયન એવા છે જેને કામના પૈસા પણ મળ્યા નથી. ઝી ટીવી પર અગાઉ પ્રસારીત થયેલો શો હમારી બહુ સિલ્ક રિલીઝ થયાના સાત મહિનામાં જ બંધ થઇ ગયો હતો. આ સિરીયલ સાથે જોડાયેલા અનેકને તેનું મહેનતાણુ મળ્યું નથી. એવી પણ ચર્ચા છે કે કલાકારો અને કર્મચારીઓના પૈસા નિર્માતા થકી કોઇને મળ્યા નથી. આ કલાકારો ઝી ટીવીને તેમજ ફેડરેશનને પણ રજૂઆતો કરી ચુકયા છે પરંતુ નાણા મળ્યા નથી. સિરીયલના મુખ્ય અભિનેતા જાન ખાને પણ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એ વાત રજૂ કરી છે કે નિર્માતાએ છ મહિના વિતી જવા છતાં પૈસા ચુકવ્યા નથી. બીજા કલાકારો અને ટેકનીશિયનોએ પણ વિડીયો થકી આ વાત રજૂ કરી છે. સોશિયલ મિડીયા પર કલાકારો-કર્મચારીઓ પૈસા ન મળ્યાનું દુફખ દર્શાવી રહ્યા છે. ચાહત પાંડે, ઉર્વી સિંહ, રીવા ચોૈધરી, સહાયકો રાજેશ કુમાર, માનસ શાહ પણ સામેલ છે. 

(9:30 am IST)