Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

અમિતાભ બચ્ચન-ઝીનત અમાનનું દો લફઝો કી હૈ… ગીત સાથેનો ડાન્સનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી : 1979માં આવેલી અમિતાભ બચ્ચન અને ઝીનત અમાનની 'ધ ગ્રેટ ગેમ્બલર'નું એક ગીત 'દો લફ્ઝોં કી હૈ' લોકો વચ્ચે બહુ લોકપ્રિય થયું હતું અને આજે પણ આ ગીતનો યુવાનોમાં ક્રેઝ જોવા મળે છે. યુવાનો આ ગીત પર ડાન્સ કરીને એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરે છે. આવો જ એક વીડિયો હાલમાં વાઇરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક ડાન્સ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલા ડાન્સને લોકો બહુ પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં 6 છોકરીઓએ મળીને એક ગીત પર બેલી ડાન્સ કરી રહ્યા છે જે જોવામાં બહુ શાનદાર લાગે છે. ગયા વર્ષે નવેમ્બરમાં યુ ટ્યૂબ દ્વારા Payals Dance Academy દ્વારા અપલોડ કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધી 1,694,884 વખત જોવાયો છે. હકીકતમાં પાયલસ ડાન્સ ગ્રુપ અવારનવાર પોતાના ડાન્સ વીડિયો શેયર કરે છે. તેમના આ ડાન્સને યુ ટ્યૂબને સારો પ્રતિભાવ મળે છે.

સોશિયલ મીડિયા આજે એવું માધ્યમ બની ચુક્યું છે કે એની સાથે દરેક વ્યક્તિ જોડાવા ઇચ્છે છે. આ માધ્યમથી યુવાન સમગ્ર દેશ સામે પોતની ટેલેન્ટ દેખાડવામાં સફળ સાબિત થયો છે. આવા ટેલેન્ટેડ યુવાનો માટે સોશિયલ મીડિયા એક વરદાન સાબિત થાય છે.

(5:15 pm IST)