Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ચૂંટણીમાં વિજેતા થતા પહેલા સન્ની દેઓલે શર્ટ પહેર્યા વગરનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા

નવી દિલ્હી : ગુરુદાસપુરથી જીત મેળવ્યા પછી એક્ટર સની દેઓલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. હાલમાં સનીના ચાહકો તેની શર્ટલેસ તસવીર પાછળ ક્રેઝી થયા છે. સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેયર કરી છે. આ તસવીર જોઈને લોકો તેને વિનર  ગણાવી રહ્યા છે.

 સનીએ બે દિવસ પહેલાં એવી ફોટો શેયર કરી છે જેમાં તે શર્ટલેસ જોવા મળી રહ્યો છે. આ તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ બની રહી છે. આ ફોટાને અત્યાર સુધી એક લાખ કરતા વધારે વ્યુ મળી ગયા છે.

'બોર્ડર' અને 'ગદર' જેવી ફિલ્મોમાં દેશભક્તિપૂર્ણ રોલ કરવા માટે લોકપ્રિય 59 વર્ષીય સની દેઓલને ગુરુદાસપુરથી ભવ્ય જીત મળી છે. તેણે જીત મળ્યા પછી નિવેદન આપ્યું છે કે હું બહુ ખુશ છું  અને મને ગુરુદાસપુરના લોકો બહુ પ્રેમ કરે છે.

ગુરુદાસપુર લોકસભા બેઠકથી કોંગ્રેસે હાલના સાંસદ સુનીલ જાખડને ચૂંટણીના મેદાનમાં ફરીથી ઉતાર્યા હતા. આ સીટ પર ભાજપના સાંસદ વિનોદ ખન્નાના નિધન બાદ 2017માં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં સુનીલ જાખડ જીત્યા હતાં. દિવંગત વિનોદ ખન્ના આ લોકસભા બેઠક પરથી સતત 1998થી ચૂંટાઈ આવતા હતાં. તેઓ 1998, 1999, 2004 અને 2014માં ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે.

(5:13 pm IST)