Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ફિલ્મ બોલે ચૂડિયાંનો મૌની રોય અને નવાજુદ્દીન સિદ્દિકોનો ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઇ : મોખરાના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને ટીવી સ્ટાર કમ બોલિવૂડની અભિનેત્રી મૌની રોય સાથે મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બોલે ચૂડિયાંનો ફર્સ્ટ લૂક શુક્રવારે રિલિઝ કરાયો હતો.કિરણ અને રાજેશ ભાટિયા નિર્મિત આ ફિલ્મથી શમ્સ નવાબ સિદ્દીકી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. શમ્સ સિદ્દીકી નવાઝુદીનનો ભાઇ છે.અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ કર્યા બાદ મૌનીની ડિમાન્ડ બોલિવૂડમાં વધી હતી અને એને અડધો ડઝન નવી ફિલ્મોની ઑફર્સ મળી હતી. એને મળેલી મોટી ફિલ્મોમાં કરણ જોહરની બ્રહ્માસ્ત્રનો સમાવેશ થાય છે. ઉપરાંત રાજકુમાર રાવ સાથે મેડ ઇન ચાઇના ઉપરાંત નવાઝદ્દીન સાથે બોલે ચૂડિયાં પણ ખરી.શુક્રવારે રજૂ થયેલા બોલે ચૂડિયાં ફિલ્મના પોસ્ટરમાં મૌની એક દ્વાર પાછળથી ડોકિયુું કરીને નવાઝુદ્દીને નીરખી રહી હોય એવું દ્રશ્ય છે. આ ફિલ્મ આવતા મહિને રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. 

(5:08 pm IST)
  • સુરતમાં આગની ગોઝારી દુર્ઘટનામાં ફાયરબ્રિગેડના બે અધિકારીઓ સસ્પેન્ડ : સબફાયર ઓફીસર કિર્તી મોઢ અને એસ.કે. આચાર્ય ફરજમાં બેદરકારી બદલ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ : કલેકટરે કરી મોટી કાર્યવાહી access_time 5:37 pm IST

  • સુરતના અગ્નિકાંડમાં વધુ બેના મોત : કિરણ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલ બે ઈજાગ્રસ્તોના મોતઃ બંનેએ જીવ બચાવવા માટે ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો access_time 5:37 pm IST

  • આજે ૮ વાગ્યે મોદી સરકાર રચવાનો દાવો કરશે : નવી દિલ્હી : દિલ્હીમાં રાજકીય ધમધમાટ : એનડીએના નેતાઓ દિલ્હીમાં : ૭ વાગ્યે બધા રાષ્ટ્રપતિને મળશે : ૮ વાગ્યે મોદી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે : આજે બપોર બાદ ભાજપ સંસદીય પક્ષ તથા બાદમાં એનડીએની બેઠક : મોદીને નેતા તરીકે જાહેર કરાશે access_time 3:29 pm IST