Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

હોલિવૂડના એક્ટર મોર્ગન ફ્રીમેન પર યૌન શોષણનો લાગ્યો આરોપ:8 મહિલાઓએ ભોગ બન્યાનું કબુલ્યું

 

મુંબઇ: હોલિવૂડ એક્ટર હાર્વીન બાદ હવે ફિલ્મ મેકર, એક્ટર અને પ્રોડ્યુસર મોર્ગન ફ્રીમેન ઉપર યૌન શોષણનો આરોપ લાગ્યો છે આરોપ લગાવનારી મહિલા પ્રોડક્શન આસિસ્ટન્ટ છે. તે વર્ષ 2015માં ફ્રીમનની ફિલ્મ 'ગોઇંગ ઇન સ્ટાઇલ'નો ભાગ હતી. તે મહિલાએ એક ચેનલ સાથે વાત કરતા પોતાની આપવીતી જણાવી છે.

   હોલિવૂડનાં દિગ્ગજ એક્ટર અને ફિલ્મ ડિરેક્ટર મોર્ગન ફ્રીમેન પર તેની ફિલ્મની એક પ્રોડક્શન આસિસ્ટન્ટે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, 'ફ્રીમેન  મને જબર્દસ્તી અડવાનો પ્રયાસ કરતો હતો અને મારા ફિગર અને કપડાં પર કમેન્ટ કરતો તો. એખ વખત તો ફ્રીમેને વારંવાર મારી સ્કર્ટ ઉઠાવવાનો પ્યાસ કરતા મને પુછ્યુ હતુ કે તે કયા રંગની અંડરવેર પહેરી છે. ફ્રીમેન મારા ફિગર પર કમેન્ટ કરતા હતા અમે જાણતા હતા કે જ્યારે તે આવવાનાં હોય ત્યારે અમે એવા કપડાં પહેરિયા જેમાં અમારા શરીરનો કોઇ ભાગ દેખાય.'

મોર્ગન ફ્રીમેને તેઆરોપો પર કહ્યું કે, 'જે લોકો મને જાણે છે તે પણ જાણે છે કે હું તેવો માણસ નથી. જે જાણી જોઇને કોઇને અસહજ અનુભવ કરાવે. મહિલાઓને

  એક ચેનલ દ્વારા 16 મહિલાઓ સાથે વિશે વાત કરવામાં આવી જેમાંથી 8 મહિલાઓએ તેઓ યૌન શોષણનો ભોગ બની હોવાની વાત કબુલી છે. વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'નાવ યુ સી મી'ની એક પ્રોડક્શન ટીમની એક સિનિયર મેમ્બરે પણ ફ્રીમેન પર પ્રકારનો આરોપ લગાવ્યો હતો.

(12:04 am IST)