Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

હોલીવુડ ફિલ્મ દીપિકા પાદુકોણ સાઈન કરે તેવી ચર્ચા

મુંબઇ:દીપિકા પદુકોણ હોલીવૂડની ફિલ્મ સાઇન કરે તેવી ચર્ચા થઇ રહી છે. અભિનેત્રી પાસે હાલ કોઇ બોલીવૂડની ફિલ્મ નાથી. તેની અને ઇરફાનની ફિલ્મની તૈયારી ચાલી રહી હતી તેવામાં જ અભિનેતાનું સ્વાસ્થ્ય કાથળતા આ ફિલ્મ હાલ પાછળ ઠેલાઇ ગઇ છે. કહેવાય છે કે તેાથી દીપિકા હાલ હોલીવૂડના પ્રોજેક્ટસ પર ધ્યાન આપી રહી છે. તેના એજન્ટ ફિલ્મની સ્ક્રિપ્ટનું મેનેજિંગ કરી રહ્યા છે. અભિનેત્રી જલદી જ હોલીવૂડની ફિલ્મની ઘોષણા કરે તેવી શક્યતા છે. પોતાના આગામી પ્રોજેક્ટ બાબતે દીપિકાએ મીડિયાને જણાવ્યુ ંહતું કે, હવે મોટા ભાગે લવ સ્ટોરી બનાવાનાં રસ રહ્યો નાૃથી. દરેક સ્પોરેટસ બાયોપિક બનાવામાં ધ્યાન આપી રહ્યા છે. મને હળવી ફિલ્મોમાં કામ કરવું છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે '' ઘણી સ્ક્રિપ્ટસ વાંચ્યા બાદ દીપિકાએ એક સુપરહીરો ફિલ્મ ફાઇનલ કરી છે જેમાં ઘણા એકશન દ્રશ્યો હશે. આ ફિલ્મને પોક્સ સ્ટાર પ્રોડયુસ કરશે. આ ફિલ્મ માટે દીપિકા ઉત્સાહિત છે.'' સૂત્રે વધુમાં જણાવ્યું હતુ કે, દીપિકા અને પ્યંકા હોલીવૂડની ફિલ્મમાં પણ બોલીવૂડની ફિલ્મની માફક મુખ્ય રોલ નિભાવવા ઇચ્છે છે. તેમના માટે તેમના એજન્ટ ફિલ્મોની સ્ક્રીનિંગ અને સ્ક્રિપ્ટ મેનેજિંગનું કામ કરતા હોય છે. હોલીવૂડની સારી ફિલ્મોમાં કામ કરવા માટે દીપિકા અને પ્રિયંકાને ઘણા સ્ક્રીન ટેસ્ટ અને ઓડિશનમાથી પસાર થવુ પડશે.

(4:40 pm IST)