Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ફિલ્મ 'સાઢે સાતી'માં અજય દેવગનની હિરોઈન બનશે ઇલિયાના

મુંબઈ:બોલીવુડ અભિનેતા અજય દેવગણ આશરે ૨૦ વર્ષ પછી ફરી એકવાર ફિલ્મ મેકર અનીજ બજ્મીની સાથે કામ કરવા જઈ રહ્યો છે. આ પહેલા બન્નેએ ફિલ્મ પ્યાર તો હોના હી થામાં સાથે કામ કર્યુ હતું. આ વખતે બન્ને ફિલ્મ સાઢે સાતીમાં કામ કરવા જઈ રહ્યા છે. અનીજ બજ્મી પોતાની ફિલ્મ માટે હાલ લીડ એક્ટ્રેસની શોધમાં છે. 
સુત્રોના જણાવ્યા મુજબ હાલ અનીજ બજ્મી ફિલ્મમાં સોનાક્ષી સિંહા અથવા ઈલિયાના ડીક્રુઝના નામ પર વિચાર કરી રહ્યા છે. અનીજની ફિલ્મ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અજય દેવગણ અને લીડ એક્ટ્રેસ ઉપરાંત ૩ મેલ કેરેક્ટર પણ હશે. માનવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ મુબારકાંમાં ઈલિયાના સાથે કામ કરીને અનીજ ખૂબ જ ખુશ છે જેથી તે ફરી એકવાર પોતાની ફિલ્મમાં ઈલિયાનાને કાસ્ટ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 
આપને જણાવી દઈએ કે અજય દેવગણ અને ઈલિયાનાએ બાદશાહો અને રેડ ફિલ્મમાં કામ કર્યુ છે, જ્યારે સોનાક્ષીએ અજય સાથે સન ઓફ સરદાર અને એક્શન જેક્શન ફિલ્મમાં કામ કર્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ સાઢે સાતીમાં અભિનેતા અનિલ કપુર પણ એક મહત્વના પાત્રમાં નજરે પડી શકે છે.

(4:40 pm IST)