Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વડાપ્રધાન મોદી બાદ અનુષ્કાએ પણ સ્વીકારી વિરાટની #FitnessChallenge ચેલેન્જ : સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો કસરતનો વિડીયો : જુવો વિડીયો

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ વિરાટ કોહલીએ આપેલી ફિટનેસ ચેલેન્જ એક્સેપ્ટ કરી છે. આ ચેલેંજને સ્વીકાર કરતો વીડિયો અનુષ્કાએ પોતાના ટ્વીટર હેંડલ પર શેર કર્યો છે. અનુષ્કાએ લખ્યું કે, “હું તારી ફિટનેસ ચેલેંજ એક્સેપ્ટ કરું છું અને હવે હું મારું મનગમતું વર્કઆઉટ કરીશ. આશા છે કે તમે ટ્રાય કરશો.”

વિરાટ કોહલીએ બુધવારે કેંદ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની ફિટનેસ ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી અને પોતાનો વર્કઆઉટ વીડિયો શેર કર્યો હતો. વીડિયોના કેપ્શન પર વિરાટે લખ્યું કે, “હું રાજ્યવર્ધન સરની ફિટનેસ ચેલેન્જ એક્સેપ્ટ કરું છું અને હું મારી પત્ની અનુષ્કા, પ્રધાનમંત્રી મોદી અને ધોની ભાઈને ચેલેંજ કરું છું.”

જણાવી દઈએ કે ફિટનેસ ચેલેન્જની શરૂઆત રાજ્યવર્ધન સિંહે પોતાના ટ્વિટર હેંડલ પર એક વર્કઆઉટ વીડિયો શેર કરીને કરી હતી. આ ચેલેંજ હેઠળ કામ કરતાં કરતાં પોતાને ફિટ રાખીને સામેવાળાને ચેલેંજ કરવાની હોય છે. અને જે પણ આ ચેલેંજ એક્સેપ્ટ કરે છે તે બીજાને પણ આ જ ચેલેંજ આપે છે.

અનુષ્કાએ હવે આ ચેલેન્જ વરુણ ધવન, સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલને આપી છે. વિરાટે પ્રધાનમંત્રી મોદી અને ધોનીને ચેલેન્જ આપી છે. PMએ ચેલેન્જ સ્વીકારી છે પણ હજુ કોઈ વીડિયો સામે નથી આવ્યો.

(5:01 pm IST)