Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

હવેથી 'ધ વોઇસ'શોને હોસ્ટ કરશે કરણ વાહી

મુંબઈ:અભિનેતા કરણ વાહી ટીવી શો ધ વોઇસ ના આગામી વિકેન્ડ એપિસોડથી હોસ્ટ કરતો નજરે પડશે આ પહેલા આ શોને દિવ્યાંગ ત્રિપાઠી હોસ્ટ કરતી હતી પણ અમુક કારણોસર તેને બ્રેક લેવો પડ્યો હોવાથી કરણને સાઈન કરવામાં આવ્યો છે. કરણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હું આ શોના ભાગરૂપે ખૂબ જ ઉત્સાહિત છું. મેં આ એપિસોડ્સ માટે એન્કરિંગ અને શૂટિંગનો આનંદ માણ્યો હતો કારણ કે તે ખૂબ જ આનંદદાયક હતા. સહભાગીઓ પ્રતિભાશાળી છે અને તેમને જીવંત સાંભળવાનું સન્માન છે.આ શોનું પ્રસારણ સ્ટાર પ્લસ ચેનલ પર થાય છે..

(5:18 pm IST)