Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

કાસ્ટિંગ કાઉચનો શિકાર બનેલા કલાકારો બોલતા અચકાય છે: રાધિકા આપ્ટે

મુંબઇ: હોનહાર અભિનેત્રી રાધિકા આપ્ટેએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મમાં બોલિવૂડમાં પ્રવર્તતા કાસ્ટિંગ કાઉચ વિશે બેધડક અભિપ્રાય ઉચ્ચાર્યો હોવાની માહિતી મળી હતી.

બીબીસી વર્લ્ડ ન્યૂઝ રિપોર્ટ દ્વારા તૈયાર કરાયેલી આ ડોક્યુમેન્ટરી આ સપ્તાહાંતે રજૂ થવાની છે. રાધિકાએ ખુલ્લા શબ્દોમાં કહ્યું કે કાસ્ટિંગ કાઉચનો શિકાર બનેલા કલાકારો બોલતાં અચકાય છે કારણ કે સંડોવાયેલા કેટલાક લોકો બોલિવૂડમાં ભગવાનની જેમ પૂજાય છે.

'એ લોકો એવા તો પાવરફૂલ છે કે મારો અવાજ ગાજરની પિપુડીની જેમ વિસરાઇ જાય અથવા ઘણા લોકો એમ પણ માને છેકે હું બોલીશ તો મારી કારકિર્દીનું બાળમરણ થઇ જશે' એમ રાધિકાએે કહ્યું હતું

(6:01 pm IST)