Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

આંતરરાષ્ટ્રીય મેગેઝીનના કવરપેજ પર પ્રસિધ્ધિ મેળવનાર દિપીકા પ્રથમ ભારતીય અભિનેત્રી

મુંબઇ તા. ૨૫ : બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણને દરેક જગ્યાએ સફળતા જ પ્રાપ્ત થાય છે. ત્યારે અભિનેત્રીએ પોતાની સફળતામાં એક વધુ પીછું ઉમેરાયું છે.

દીપિકા લંડનના એક ટિન્ગસ મેગેઝિનના કવરપેજ પર છવાઈ છે. આ માન મેળવનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી છે. આટલું માન તો હોલીવૂડમાં તેના કરતા વધુ લોકપ્રિય અને સક્રિય રહેનાર પ્રિયંકા ચોપરાને પણ મળ્યું નથી.ઙ્ગદીપિકાની આ તસ્વીર ખૂબ જ સુંદર અને આત્મવિશ્વાસ ધરાવતી છે. આંતરરાષ્ટ્રીય સામાયિકના મુખપૃષ્ઠ પર છવાઇ જનારી દીપિકા પ્રથમ ભારતીય અભિનેત્રી છે.ઙ્ગ

દીપિકાની લોકપ્રિયતા દેશ-વિદેશમાં ફેલાઇ રહી છે. તે પોતાની સુંદરતા, બુદ્ઘિ અને કળા દ્વારા લોકોમાં પ્રિય થઇ રહી છે. રણવીર સિંહે પણ દીપિકાને મેળવીને ગર્વ વ્યકત કર્યો છે.

(4:35 pm IST)