Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

કાશ્મીરમાં સલમાન આ દિવસોમાં શું કરી રહ્યો છે ?

ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ના શૂટીંગના ૩ વર્ષ પછી સલમાનખાન તેની આગામી ફિલ્મ રેસ-૩ માટે હાલમાં કાશ્મીર પહોંચ્યો છે. કાશ્મીરની ખુલ્લી વાદિયોમાં રેસ-૩ના છેલ્લા ગીતના શૂટીંગ માટે પહોંચ્યો છે ત્યારે પોતાની આખી ટીમ સાથે ગઈકાલે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી શ્રીમતિ મહેબૂબા મુફતી સાથે એક કલાક વિતાવ્યો તે પ્રસંગની તસ્વીર. એ પછી સલમાન સીધો શૂટીંગ માટે સોનમર્ગ રવાના થઈ ગયેલ. હમણાં જ રેસ-૩ની ટીમે બૈંકોક અને અબુ ધાબીમા શૂટીંગ પુરૂ કર્યુ છે. આ ફિલ્મ દ્વારા ફરી એક વખત જૈકલીન અને સલમાનની જોડી સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મમાં અનિલ કપુર, બોબી દેઓલ, જેકલીન ફર્નાન્ડીઝ, ડેઝી શાહ અને સાકિબ સલીમ પણ છે.

(3:48 pm IST)