Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

શાહરૂખની ફિલ્મ માટે જેકલિનને સજેસ્ટ કરી સલમાને?

સલમાન ખાન હાલમાં જેકલિન ફર્નાન્ડિસને ફિલ્મો માટે મદદ કરી રહયો હોવાની ચર્ચા છે. જેકલિન હાલમાં સલમાન સાથે સોનમર્ગમાં 'રેસ-૩'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ બાદ જેકલિનને સારી ફિલ્મ બાદ જેકલિનને સારી ફિલ્મ મળે એ માટે તેણે શાહરૂખ ખાનની ફિલ્મ સજેસ્ટ કરી હતી. જેકલિન હાલમાં જ શાહરૂખની ઓફિસે જોવા મળી હતી. શાહરૂખ સાથેની ફિલ્મ જયાં સુધી ફાઈનલ ન થાય ત્યાં સુધી જેકલિન કંઈ જાહેર કરવા નથી માગતી અને એથી જ તેણે કહયું હતું કે તે શાહરૂખની ઓફિસે ભૂલમાં પહોંચી ગઈ હતી. જેકલિનના આવા સ્ટેટમેન્ટથી શાહરૂખ અને સલમાન બન્ને નારાજ થાય હોય તો નવાઈ નહીં.

(3:43 pm IST)