Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

કાસ્ટિંગ કાઉચનો મેં કયારેય સામનો નથી કર્યોઃ રણબીર

રણબીર કપુરનું કહેવું છે કે તેણે બોલીવુડમાં કયારેય કાસ્ટિંગ કાઉચનો સામનો નથી કર્યો. જાતીય શોષણનો મુદ્દો હાલમાં દુનિયામાં ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મ- ઈન્ડસ્ટ્રીડમાં આ વિશે સવાલો ઊઠી રહયા છે. બોલીવુડમાં કોરિયોગ્રાફર સરોજ ખાને હાલમાં જ વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી કે બોલીવુડ મહિલાઓનું શોષણ કર્યા બાદ તેમને કામ તો આપે છે. આ સ્ટેટમેન્ટને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે અને એ વિશે પૂછતાં રણબીરે કહ્યું હતું કે 'મેં કાસ્ટિંગ કાઉચનો કયારેય સામનો નથી કર્યો. જો બોલીવુડમાં એ થતું હોય તો એ ખૂબ જ દુખની વાત છે.'

(3:42 pm IST)