Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

દર્શકોના દિલ જીતવા આવી રહી છે અનિતા

અભિનેત્રી અનિતા હસનંદાની સુપર નેચરલ પાવર ધરાવતી યુવતિના રોલમાં દર્શકોના દિલ જીતવા તૈયાર છે. એકતા કપૂરની 'નાગીન-૩'માં તે કામ કરી રહી છે. તેની દૂલ્હનના લૂક સાથેની તસ્વીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ છે. લોકો આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે. અનિતાનો આ લૂક કદાચ નાગીન-૩ ટીવી શોનો હોવાની શકયતા છે. જો કે અનિતા નાગીન-૩માં કોની દૂલ્હન બની છે તે ખબર પડી નથી. આ શોમાં અનિતા સાથે કરિશ્મા તન્ના, રજત ટોકસ, સુરભી જ્યોતિ, આમ્રપાલી ગુપ્તા સહિતના કલાકારો કામ કરી રહ્યા છે. શોની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. મુંબઇમાં જન્મેલી અનિતા ૨૦૦૧થી ટીવી પરદે કામ કરી રહી છે. તેનો પહેલો શો કભી શોૈતન કભી સહેલી હતો. એ પછી તામિલ ફિલ્મ કરી હતી. સુભાષ ઘાઇની તાલ ફિલ્મમાં નાનકડો રોલ મળ્યો હતો. એ પછી કુછ તો હૈમાં મુખ્ય રોલ ભજવ્યો હતો.

(9:32 am IST)