Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

૭મી ડિસેમ્બરે અજય-અનિલ-માધુરી કરશે ટોટલ ધમાલ

અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દિક્ષીત અભિનીત ફિલ્મ ટોટલ ધમાલનું શુટીંગ ચાલી રહ્યું છે. વર્ષો પછી ફિલ્મમાં અનિલ-માધુરીની જોડી સાથે આવશે. જો કે અજય દેવગણ સાથે કોઇપણ હિરોઇન નથી. ફિલ્મમાં ૮૦ના દાયકાની ફિલ્મ કર્ઝના ગીત પૈસા યે પૈસાને અલગ જ અંદાજમાં ફિલ્માવાશે. માધુરી, અજય, અનિલ, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, સંજય મિશ્રા, બોમન ઇરાની એમ બધા જ માધુરી સાથે ડાન્સ કરતાં જોવા મળશે. ઇન્દ્ર કુમારના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ૭ ડિસેમ્બરે રિલીઝ થશે.  ફોકસ સ્ટાર સ્ટુડિયો સાથે અજય દેવગણ પોતે પણ નિર્માતા છે. અનિલ-માધુરી પોતાના જ એક જુના ગીત પર ડાન્સ કરશે. પહેલા દિવાળી પર ફિલ્મ આવવાની હતી. પણ ત્યારે આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન આવી રહી હોઇ ટક્કર ટાળવામાં આવી છે. ઇન્દ્ર કુમારે કહ્યું હતું કે ફિલ્મમાં ધક-ધક રોમાન્સ નહિ હોય, પણ ટોટલ ધમાલ હશે તેની ગેરેંટી.

(9:31 am IST)