Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

સામાન્‍ય થાપણદારોને એફડી ઉપર 9 ટકા સુધીના વ્‍યાજની ઓફર કરતી પ્રાઇવેટ બેન્‍ક સ્‍મોલ ફાઇનાન્‍સ

થાપણદારો 1001 દિવસ એફડીમાં રોકાણ કરશે તો 9.50 ટકાના દરે વ્‍યાજ મળશે

નવી દિલ્‍હીઃ છેલ્લા કેટલાક મહિનામાં બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ કારણે બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટનો સરેરાશ વ્યાજ દર 5.5 ટકાથી વધીને 7 ટકા થયો છે. તેની પાછળનું કારણ રેપો રેટમાં વધારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં ફેબ્રુઆરી માસમાં વધારો કર્યો હતો. તેના કારણે દેશની ખાનગી અને સરકારી બેન્કોએ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓના વ્યાજ દરોમાં વધારો કરીને ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસ શરુ કર્યા છે. કેટલીક બેન્કો એવી છે જે ફિક્સ્ડ ડિપોઝિટ પર 9 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

યુનિટી સ્મોલ ફાઇનાન્સ પણ એક એવી બેન્ક છે, જે સામાન્ય થાપણદારોને FD પર 9% સુધીનું વ્યાજ ઓફર કરે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને બેન્ક FD પર 50 બેસિસ પોઈન્ટ વધારાનું વ્યાજ આપી રહી છે. એટલે કે યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક તેની FD પર 9.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્કની વેબસાઇટ પર આ માહિતી ઉપલબ્ધ છે. તેમાં જણાવ્યા અનુસાર આ ખાનગી બેન્ક 181 થી 201 દિવસની FD પર 8.75 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે. આ સિવાય બેન્ક 501 દિવસની FD પર 8.75 ટકા અને 1001 દિવસની FD પર 9 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.

અન્ય બેન્કોની જેમ યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેન્ક પણ વરિષ્ઠ નાગરિકોની ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારાના 50 બેસિસ પોઈન્ટ વ્યાજ દર ઓફર કરી રહી છે. એટલે કે જો કોઈ વરિષ્ઠ નાગરિક યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેન્કની FDમાં રોકાણ કરે છે તો તેને વાર્ષિક 9.25 ટકાના દરે વ્યાજ મળશે. જ્યારે 1001 દિવસની એફડીમાં રોકાણ કરવા પર 9.50 ટકાના દરે વ્યાજ મળશે. 

Radio Device: આ ડીવાઈસથી તમે 6 કિલોમીટર દૂર સુધી કરી શકશો વાતચીત! રિચાર્જ કરવાની પણ જરૂર નથી

Radio Device: જો તમે દૂર-દૂરના વિસ્તારમાં જઈ રહ્યા છો અને ત્યા નેટવર્ક પ્રોબ્લેમ હોય તો આ તમારા માટે એક બેસ્ટ કમ્યુનીકેશન ડીવાઈસ સાબિત થઈ શકે છે. તેની મદદથી, તમે નેટવર્કની ચિંતા કર્યા વિના સરળતાથી એકબીજા સાથે વાત કરી શકો છો.: Mar 25, 2023, 11:44 AM IST

Communication Device: જ્યારે તમે કામના સંબંધમાં અથવા કોઈ પ્રવાસના સંબંધમાં દૂર-દૂરના વિસ્તારોમાં જાઓ છો, ત્યારે તમને વારંવાર કૉલ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનું કારણ ખરાબ નેટવર્ક છે. ખરેખર નેટવર્કના અભાવે તમે કૉલ કરી શકતા નથી. આવી સ્થિતિમાં, બજારમાં ઉપલબ્ધ એક સસ્તું ડીવાઈસ તમારા માટે ખૂબ કામમાં આવી શકે છે. આ ઉપકરણને કારણે તમે સરળતાથી રિચાર્જ કર્યા વિના અને નેટવર્ક ટેન્શન વિના વાત કરી શકો છો અને તેની કિંમત એટલી ઓછી છે કે જેનો તમને વીશ્વાસ પણ નહીં થાય. જો તમે તેના વિશે નથી જાણતા, તો આજે અમે તમને આ ડીવાઈસ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ...

આ ડીવાઈસ શું છે?
અમે તમને જે ડીવાઈસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ Baofeng BF-888S Walkie Talkie Two Way Radio 16CH 400-470MHZ Long Range WT01 Walkie Talkie છે અને તે વાસ્તવમાં એક રેડિયો કમ્યુનિકેશન ડિવાઇસ છે. આ ઉપકરણનો ઉપયોગ કરીને, તમે 6 કિમીની રેન્જમાં કોઈપણ વ્યક્તિ સાથે સરળતાથી વાત કરી શકો છો. શરત માત્ર એટલી કે વાત કરનાર વ્યક્તિ પાસે પણ આ વોકી-ટોકી હોવી જોઈએ. આ વોકી-ટોકી ફ્લિપકાર્ટ પર સરળતાથી ઉપલબ્ધ છે. આ ખરીદવું તમારા બજેટમાં સરળતાથી ફિટ થઈ જાય છે. 

જો આપણે આ વોકી-ટોકીની કિંમત વિશે વાત કરીએ, તો ગ્રાહકો તેને ફ્લિપકાર્ટ પરથી માત્ર 1,829 રૂપિયામાં ખરીદી શકે છે. આ કિંમત કોઈપણ સસ્તા ફીચર ફોન કરતા ઘણી કે ઓછી છે. જો તમે એડવેંચરના શોખીન છો તો તમારા માટે વોકી-ટોકી એક પરફેક્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે.

(6:19 pm IST)