Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

એ અનુભવ યુધ્ધમાં જતાં હોય તેવો હતોઃ રકુલ

કોરોનાને કારણે બોલીવૂડ-ટેલીવૂડમાં પણ લગભગ તમામ શુટીંગ બંધ છે. આમ છતાં દે દે પ્યાર દે ફેઇમ અભિનેત્રી રકુલ પ્રિત સિંહને એક એડ ફિલ્મના શુટીંગ માટે ફરજીયાત બહાર જવું પડ્યું હતું. રકુલે કહ્યું હતું કે હું એ શુટીંગ રદ્દ કરી શકુ તેવી કોઇ શકયતા જ નહોતી. જો કે હાલમાં તે શુટીંગ પુરૂ થયા પછી ઘરમાં જ છે. રકુલે કહ્યું હતું કે આ સમયે ઘરની બહાર નીકળવાનો અનુભવ જાણે યુધ્ધમાં જતાં હોય તે પ્રકારનો હતો. અમે શુટીંગના સ્થળે ડોકટર ફરજીયાત હોય તેવી વ્યવસ્થા કરી હતી. તેમજ સેટ પર માત્ર ખુબ જરૂરી હોય એટલો જ સ્ટાફ હાજર રાખવામાં આવ્યો હતો. આ શુટીંગનો તબક્કો ખુબ જ મુશ્કેલીજનક હતો. મારી વેનમાં પણ મારા ખાસ નજીકના લોકો સિવાય કોઇને એન્ટ્રી નહોતી અપાઇ. રકુલની આગામી ફિલ્મ અજય દેવગણ અને સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે છે. થેન્ક ગોડ નામની આ ફિલ્મનું દસમી એપ્રિલથી શુટીંગ શરૂ કરવાનું છે. પણ હાલના સંજોગોને જોતાં શેડ્યુલ આગળ વધારી દેવામાં આવ્યું છે.

 

(11:04 am IST)