Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કચ્છના માધાપરની ૩૦૦ મહિલાઓના સાહસની વાત રજૂ કરતી ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય અભિનેતા

નવી દિલ્હી : અજય દેવગન અભિનીત 'ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' 14 ઓગસ્ટ, 2020ના દિવસે રિલીઝ થશે. ફિલ્મના નિર્માતાઓએ આ વાતની જાણકારી આપી છે. આ ફિલ્મમાં યુદ્ધ દરમિયાન ગુજરાતની મહિલાઓના સાહસને હાઇલાઇટ કરવામાં આવશે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 'ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ગુજરાતના માધાપુરની એ 300 મહિલાઓના સાહસની વાર્તા છે જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતની જીત થાય એ માટે મહત્વનો રોલ કર્યો હતો. આ મહિલાઓએ ભુજના એકમાત્ર રન-વેના સમારકામની જવાબદારી ઉપાડી હતી.

આ ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિંહા, રાણા દુગ્ગુબાટી, પરિણીતી ચોપડા તેમજ એમ્મી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ ટી સિરીઝ અને સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ એલએલપીએ કર્યું છે. ફિલ્મમાં અજય યુદ્ધના એક નાયકના રોલમાં જોવા મળશે. આ સિવાય સંજય રણછોડદાસ સવાભાઈ રાવાડી 'પગી'નો રોલ ભજવશે. અભિષેક દુધૈયા આ ફિલ્મનું ડિરેક્શન કરશે.

(5:10 pm IST)