Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

'પિયા તોસે નૈના લાગે રે' વહીદા રહેમાનના ગીત પર જાન્હવીએ કર્યું કથક: વિડિઓ કર્યો શેર

 

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂર જેટલું સારું બેલી ડાન્સ કરે છે તેટલું સારું તે કથક પણ કરે છે. તેનો એક લેટેસ્ટ વીડિયો વાયરલ  થયો છે જાન્હવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે પોતાની ડાન્સ ટ્રેનર સાથે કથક કરતી દેખાય છે. જાન્હવી જે સુંદરતાની સાથે કથક કરી રહી છે, તેનો વીડિયોથી નજર નહીં હટાવી શકો.

અભિનેત્રીએ જે વીડિયો શૅર કર્યો છે તેમાં તે વહિદા રહેમાનના સૉન્ગ 'પિયા તોસે નૈના લાગે રે' પર ડાન્સ કરી રહી છે. વીડિયો શૅર કરતાં જાન્હવીએ એક સરસ કૅપ્શન પણ લખ્યું છે. અભિનેત્રીએ લખ્યું છે, "જ્યારે તમે સંતુલન ખોઇ બેસો તો તમારે ઇમ્પ્રોવાઇઝ કરતાં એક ડ્રામેટિક એન્ડ કરવું જોઇએ." જાન્હવીએ વીડિયોના કૅપ્શનમાં વાત એટલા માટે લખવામાં આવી છે કારણકે વીડિયો પૂરો થતાં પોતાનું સંતુલન ખોઇને અરીસા પાસે પડી જાય છે. એક્ટ્રેસના વીડિયો પર તેના કૉ સ્ટાર રાજકુમાર રાવે પણ તેના વખાણ કર્યા છે. રાજકુમારે જાન્હવીના વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું, "વાહ અતિ સુંદર જાન્હવી"

(10:11 pm IST)