Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ધુળેટીના સ્પેશ્યલ સોન્ગમાં સાથે નજરે પડશે મૌની રોય-વરુણ શર્મા

મુંબઈ: અભિનેત્રી મૌની રોય અને અભિનેતા વરૂણ શર્મા અને સની સિંહ હોળીના એક ખાસ ગીતમાં જોવા મળશે. જેને મીકાહ સિંહ અને અભિનવ શેખરે ગાયું છે. અભિનવે કહ્યું, "ગીત મારા માટે ખરેખર ખાસ છે. હું હંમેશા હોળી માટે કંઇક નવું બનાવવું ઇચ્છતો હતો. મીકા પાજી અને રેમો સર સાથે કામ કરવાનો એક મહાન અનુભવ હતો."સંજય કુક્રેજાએ પ્રોડ્યુસ કરેલા ગીતનો વીડિયો રેમો ડિસુઝા ડિરેક્ટ કરી ચૂક્યો છે. તે બીલીવ મ્યુઝિક પર રિલીઝ થશે.ગીતને આદિત્યદેવ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે અને હજી સુધી તેને ટાઇટલ આપવામાં આવ્યું નથી.

(10:06 pm IST)