Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ક્રેઝી કોમેડી માટે ક્રિતી સેનન અને રાજકુમારની જોડી

મુદ્દા પર આધારીત કોમેડી ફિલ્મ બનાવવામાં માહેર દિનેશ વિજન વધુ એક વખત આવી કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. રાજકુમાર રાવ અને ક્રિતી સેનને આ ફિલ્મ માટે પસંદ કરવામં આવ્યા છે. આ બંનેની મુખ્ય ભુમિકા દિનેશે ફાઇનલ કરી દીધી છે, આ સિવાયના કલાકારોની પસંદગી થઇ રહી છે. દિનેશે કહ્યું હતું કે આ એવા દંપતીની કહાની છે જે અનાથ આશ્રમમાં મોટા થયા છે. બંને વચ્ચે પ્રેમ થાય છે અને લગ્ન કરે છે. પરંતુ બંનેને કયાંક કે કયાંક માતા-પિતાની જરૂરિયાતનો અહેસાસ થતો રહે છે. આ કારણે બંને માતા-પિતાને દત્તક લે છે! પણ બંને માતા-પિતા સાથે જિંદગીની શરૂઆત કરે છે ત્યારે ખબર પડે છે કે આ બંને એવા નથી જેવા તેઓ ઇચ્છતા હતાં. ફિલ્મમાં ડિમ્પલ કાપડીયા અને પરેશ રાવલ પણ છે. આ બંનેને રાજકુમાર અને ક્રિતી માતા-પિતા તરીકે દત્તક લે છે. દિનેશ વિજન અસલી જિંદગીમાં ઉભી થતી સમસ્યાઓ પર ફિલ્મો બનાવી લોકોનું મનોરંજન કરવા જાણીતા છે. ક્રેઝી કોમેડીનો અલગ જ ડોઝ આ ફિલ્મમાં હશે.

(10:00 am IST)