Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પ્રણતિ રાયનું સપનુ પુરૂ થયું

ટોપ મોડેલ પ્રણતિ રાય પ્રકાશે બોલીવૂડમાં 'ફેમિલી ઓફ ઠાકુરગંજ' થકી અભિનયની કારકિર્દી શરૂ કરી હતી. તાજેતરમાં પ્રણતિ ઇમ્તિયાઝ અલીની લવ આજકલમાં પણ નાનકડી ભુમિકામાં જોવા મળી હતી. કાર્તિક આર્યન સાથે તેને આ ફિલ્મમાં રોમાન્સની તક મળી હતી. પ્રણતિના આ રોલને તેના ચાહકો અને ઇન્ડસ્ટ્રીની અનેક સેલિબ્રિટીએ વખાણ્યો છે. પ્રણતિએ કહ્યું હતું કે ઇમ્તિયાઝ સાથે કામ કરવાનું મારું સપનુ હતું, જે પુરૂ થયું છે. ઇમ્તિયાઝની ફિલ્મો મને હમેંશા કલાત્મક અને તાજગીસભર લાગે છે. તેનું વ્યકિતત્વ એટલુ આકર્ષક છે કે કોઇપણ તેના વખાણ કરવા મજબૂર થઇ જાય છે. મને ઓડિશન માટે બોલાવવામાં આવી ત્યારે હું પહેલા તો ગભરાઇ ગઇ હતી. પણ પછી મારી ખુશીનો પાર નહોતો રહ્યો. તેની સાથે કામ કરવાનો અનુભવ અદ્દભુત હતો. જબ વી મેટ પછી એ મારા ડ્રીમ ડિરેકટર છે.મારું સોૈભાગ્ય છે કે મને તેની ફિલ્મમાં કામ મળ્યું. પ્રણતિ હવે વેબ સિરીઝમાં મુખ્ય ભુમિકા નિભાવતી જોવા મળશે.

(9:56 am IST)