Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પુષ્પાની સકસેસ પછી અલ્લુ અર્જુનને ૧૦૦ કરોડની ઓફર થઇ

ડિરેકટર એટલીની નેકસ્ટ મૂવી માટે અધધધ... ફી ઓફર થયાની ચર્ચા

મુંબઇ, તા. રપ : પુષ્પા ધ રાઈઝની સકસેસ બાદ  દેશના મોસ્ટ પોપ્યુલર એકટરમાં  અલ્લુ  અર્જુન હવે પુષ્પાની સીકવલનું કામ શરૂ  કરવાની રાહ જોઈ રહ્યો છે અને તમામ  લોકોની નજર તેના અપકમિંગ પ્રોજેકટ  પર છે. દરમિયાન એક રિપોર્ટ મુજબ,  સાઉથના ફેમસ ડિરેકટર એટલીની ફિલ્મ  માટે અલ્લુ અર્જુનને અધધધ કહી શકાય  તેવી રૂ. ૧૦૦ કરોડની ફી ઓફર થઈ છે.  ડિરેકટર સુકુમારની ફિલ્મ પુષ્પાઃ ધ  રાઈઝને હિન્દી સહિત પાંચ લેન્ગવેજમાં  રિલિઝ કરાઈ હતી. સાઉથની ફિલ્મને  આશ્ચર્જનક રીતે હિન્દી ઓડિયન્સે પણ સારા રિસ્પોન્સ આપ્યો હતો. બ્લોક બસ્ટર સાબિત થયેલી આ ફિલ્મના કારણે  રાતોરાત અલ્લુ અર્જુનની ડીમાન્ડ વધી ગઈ છે. જેના કારણે તમિલ ડિરેકટર  એટલીની આગામી ફિલ્મમાં અલ્લુ  અજુનને લેવાની ચર્ચા ચાલી રહી છે. આ  ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી,  પરંતુ તેને લાઈકા પ્રોડકશન દ્વારા પ્રોડ્યુસ  કરવામાં આવશે. અગાઉ રજનીકાંતની ૨.૦ અને વિજયની ક્રાન્તિ જેવી બિગ  બજેટ ફિલ્મ બનાવી ચૂકેલા પ્રોડકશન  હાઉસે અલ્લુ અર્જુનને રૂ.૧૦૦ કરોડની  ઓફર આપી હોવાનું કહેવાય છે. એટલી હાલ શાહરૂખ ખાન અને  નયનતારા સાથે લાયનના શુટિંગમાં  બિઝી છે. બીજી બાજું અલ્લુ અર્જુનના  પ્રોજેકટ્સ પણ અલગ-અલગ સ્ટેજ  પર છે. આગામી સમયમાં પુષ્પાઃ ધ  રૂલ, વેનુ શ્રીરામ સાથે આઈકોન અને  કોરતલા શિવા સાથે રીવેન્જ ડ્રામા કરી  રહ્યો છે. અન્ય કેટલાક પ્રોડયુસર સાથે  પણ અલ્લુ અર્જુનની વાત ચાલી રહી  છે. એટલી અને અલ્લુ અર્જુન બંને હાથ  પર લેવાયેલા પ્રોજેકટ્સમાં બિઝી છે ત્યારે અલ્લુને રૂ.૧૦૦ કરોડ ઓફર થયા  હોવાની બાબતમાં નક્કર પ્રગતિ સધાઈ  નથી, પરતુ આટલી તોતિંગ ફી ઓફર  થયાની ચર્ચાથી જ અલ્લુની માર્કેટ વેલ્યુ  વધી ગઈ છે.

(2:43 pm IST)