Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

'પુષ્પા : ધ રાઇઝ પાર્ટ ૧'માં તેનું 'ઓ અન્તાવા' ગીત ખૂબ હિટ થઈ રહ્યું છે

'લાઇગર'માં પણ ડાન્સ-નંબર કરશે સમન્થા?

મુંબઇ તા. ૨૫ : સમન્થા પ્રભુ 'લાઇગર' માં પણ આઇટમ-નંબર કરવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. 'પુષ્પા : ધ રાઇઝ પાર્ટ ૧'માં તેનું 'ઓ અન્તાવા' ગીત ખૂબ હિટ થઈ રહ્યું છે. તેના મૂવ્ઝની લોકો પણ ખૂબ તારીફ કરી રહ્યા છે. તેણે તમામ બાધાઓને દૂર કરી છે.

હવે એવું જાણવા મળ્યું છે કે વિજય દેવરાકોન્ડાની 'લાઇગર'માં તે ડાન્સ-નંબર કરવાની છે. એના માટે તે ફિલ્મના મેકર્સ સાથે ચર્ચા કરી રહી છે. હાલ તો વધુ માહિતી નથી મળી પરંતુ એના માટે આપણે હજી થોડો સમય રાહ જોવી પડશે.

(10:09 am IST)