Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ધ કપિલ શર્મા શો ફેબ્રુઆરીથી થોડા માસ માટે ઓફ એર થશે

શોને નવી સીઝન સાથે તેને લાવવાનું પ્લાનિંગ : ફિલ્મો રિલિઝ થતી ન હોઈ એક્ટર્સ શો પર આવતા નથી, લાઈવ ઓડિયન્સ પણ નથી તેથી બ્રેક લેવાય તેવી સંભાવના

મુંબઈ, તા. ૨૫ : ચર્ચા એવી થઈ રહી છે કે, 'ધ કપિલ શર્મા શો' ટૂંક સમયમાં જ ઓફ-એર થવાનો છે કારણ કે મેકર્સ નવી સીઝન સાથે તેને લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. શોને હકીકતમાં આવતા મહિનાથી બ્રેક લેવાની જરૂર છે હોવાને સમર્થન મળ્યું છે. પ્રોડક્શન હાઉસ અને ચેનલે બ્રેક લેવાનો અને થોડા મહિના બાદ પાછા ફરવાનો નિર્ણય કેમ લીધો તે પાછળ ઘણા કારણો છે. કપિલ શર્મા, કિકુ શારદા, કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ અને અર્ચના પૂરણ સિંહ સહિત સ્ટારર આ શો ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ઓફ-એર થવાનો છે. ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં શો શરુ થયો હતો અને બે વર્ષ સુધી તે સફળતાપૂર્વક ચાલ્યો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચર્ચાથી વિપરીત, નવી સીઝન લાવવાનો કોઈ પ્લાન નથી. કપિલનો શો ઘણા બધા કારણથી લોકોનો ફેવરિટ છે. શો માટે દર્શકોની ભાગીદારી પણ મહત્વનું ડ્રાઈવિંગ ફેક્ટર હતું. હાલમાં, મહામારીના કારણે કોઈ લાઈવ ઓડિયન્સ નથી. ફિલ્મો પણ રિલીઝ નથી થઈ રહી. તેથી બોલિવુડ એક્ટર્સ પણ કોઈ પણ ફિલ્મના પ્રમોશન માટે શોમાં આવી રહ્યા નથી. તેથી, મેકર્સને લાગે છે કે અત્યારે બ્રેક લેવો તે ઉચિત રહેશે અને જ્યારે સ્થિતિ થોડી સામાન્ય થશે એટલે ફરીથી તેઓ પાછા આવશે. સૂત્રોએ ઉમેર્યું કે, કપિલ શર્માની પત્ની ગિન્ની બીજા બાળકને જન્મ આપવાની છે. તેથી, આ બ્રેક કપિલ માટે ઘરે રહેવા અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા યોગ્ય રહેશે. આ બ્રેક તેને પરિવાર સાથે વિતાવવા માટે ખૂબ જરૂરી સમય આપશે. ત્રણ મહિનાના બ્રેક બાદ શો વધુ એન્ટરટેનિંગ કન્ટેન્ટ સાથે પાછો ફરી શકે છે.

છેલ્લા કેટલાક મહિનામાં ઘણા શો બંધ થયા છે અથવા બ્રેક બાદ પાછા ફર્યા છે. કપિલ શર્માનો શો દર્શકોને મનોરંજન પીરસે છે અને પેટ પકડીને હસાવે છે. વીકએન્ડમાં દર્શકો હસે તે માટે પણ રાઈટર્સ સારું કામ કરી રહ્યા છે. દર્શકો પાછા ફરવાની રાહ જોશે. તો શો પણ તેમને લાફ્ટરનો ડોઝ આપવા માટે પાછો આવશે. ઉલ્લેખનીય છે કે, 'ધ કપિલ શર્મા શો' સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બન્યો છે.

(7:52 pm IST)
  • પ-૧૦-૧૦૦ની નોટ માર્ચ પછી :નહિ ચાલે એવા રીપોર્ટ સરકારે નકાર્યા : નવી દિલ્હી : આ વર્ષના માર્ચથી રીઝર્વ બેંક પ-૧૦-૧૦૦ રૂપિયાની નોટ ઉપર પ્રતિબંધ મૂકશે એવા વ્હેતા થયેલા અહેવાલોને સરકારે નકારી કાઢયા છે PIBએ આ પ્રકારના આવેલા અહેવાલોને ફેક ગણાવ્યા છે એવી ભારપૂર્વક સ્પષ્ટતા થઇ છે કે રીઝર્વ બેંકે આવી કોઇ જાહેરાત કરી નથી. (પ-૧પ) access_time 11:49 am IST

  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST