Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નના બંધને બંધાશેઃ પરિવારને મનાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ હવે બોલીવુડમાં શરણાઈના સૂરનો સમય શરૂ થયો છે. જ્યાં થોડા દિવસ પહેલા નેહા કક્કડ અને રોહનપ્રીત, આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલે લગ્ન કર્યા તો આજે વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે સાત ફેરા લઈ રહ્યો છે. આ વચ્ચે કંઈક એવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બોલીવુડનું વધુ એક કપલ લગ્ન કરવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે. અમે વાત કરી રહ્યાં છીએ રયૂમર્ડ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની.

લાંબા સમયથી રિલેશનશિપ અને ડેટિંગના સમાચારો વચ્ચે આજે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તરફથી કંઈક એવો ઈશારો મળ્યો છે, જે જણાવે છે કે બન્ને જલદી લગ્ન કરી શકે છે. હવે આ કપલ પરિવારને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે આજે રવિવારે બપોરે કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેના પરિવાર સાથે લંચ પર ગઈ હતી.

તમને જણાવી દઈએ કે પાછલા વર્ષે આ બોલીવુડ સ્ટાર્સની જોડીને ઘણીવાર ડેટિંગ અને શોપિંગ કરતા સ્પોટ કરવામાં આવી ચુક્યા છે. પરંતુ બન્નેએ પોતાનો સંબંધ હજુ સત્તાવાર સ્વીકાર કર્યો નથી. પરંતુ જ્યારે 2021ની શરૂઆતમાં બન્ને સાથે માલદીવ ગયા હતા, ત્યારે લોકોને આ સંબંધ પર વિશ્વાસ આવી ગયો હતો. બન્નેને એરપોર્ટ પર જતા અને આવતા સમયે સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.

બન્નેના વર્કફ્રંટની વાત કરીએ તો કિયારા છેલ્લે ઇંદુ કી જવાનીમાં જોવા મળી હતી. આ પહેલા તે અક્ષય સાથે લક્ષ્મીમાં જોવા મળી હતી. હવે કિયારા જુગ જુગ જીયો, શેરશાહ અને ભૂલ ભૂલૈયા 2માં જોવા મળવાની છે. તો સિદ્ધાર્થ શેરશાહ અને થેંક ગોડમાં જોવા મળશે. ખાસ વાત છે કે આ બન્ને સ્ટાર્સ શેરશાહમાં સ્ક્રીન શેર કરવાના છે.

(5:47 pm IST)
  • દિલ્હીમાં કેજરી સરકારને ઘેરાબંધીઃ ૨૬ હજાર કરોડનો હિસાબ આપોઃદિલ્હીમાં એક સાથે ૨૦૦૦ જગ્યાએ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલ સરકારને આજે ઘેરાબંધી થઇ રહી છે. દિલ્હીમાં જલ બોર્ડ દ્વારા ૨૬ હજાર કરોડના કથીત ગોટાળા અંગે કેજરીવાલ સરકારનો ભાજપ હિસાબ માંગી રહેલ છે. access_time 11:47 am IST

  • અર્ણવે મને લાખો રૂપિયા આપ્યા હતા: પાર્થો દાસગુપ્તાનો ધડાકો ટી,આરપીમાં ગોલમાલ કરવા અને રિપબ્લિક ને નંબર વન બનાવવા માટે અર્ણવએ મને 12000 અમેરિકન ડોલર અને 40 લાખ રૂપિયા આપ્યા હતા: બીએઆરસી ના પૂર્વ સીઈઓ પાર્થ દાસગુપ્તાનો વિસ્ફોટ access_time 8:16 pm IST

  • પ-૧૦-૧૦૦ની નોટ માર્ચ પછી :નહિ ચાલે એવા રીપોર્ટ સરકારે નકાર્યા : નવી દિલ્હી : આ વર્ષના માર્ચથી રીઝર્વ બેંક પ-૧૦-૧૦૦ રૂપિયાની નોટ ઉપર પ્રતિબંધ મૂકશે એવા વ્હેતા થયેલા અહેવાલોને સરકારે નકારી કાઢયા છે PIBએ આ પ્રકારના આવેલા અહેવાલોને ફેક ગણાવ્યા છે એવી ભારપૂર્વક સ્પષ્ટતા થઇ છે કે રીઝર્વ બેંકે આવી કોઇ જાહેરાત કરી નથી. (પ-૧પ) access_time 11:49 am IST