Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

આ કામ સરળ હોતું નથીઃ દિવ્યા

સોળ વર્ષ પહેલા તેલુગુ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર મુળ દિલ્હીની અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારે વર્ષ ૨૦૦૪માં અબ તુમ્હારે હવાલે વતન સાથીયો નામની બોલીવૂડની ફિલ્મ કરી હતી. એ પછી સનમ રે, બુલબુલમાં રોલ નિભાવ્યો હતો.  ભુષણ કુમાર સાથે લગ્ન કર્યા બાદ તેણે નિર્દેશક તરીકે યારીયા અને સનમ રેનું કામ કર્યુ હતું. નિમાત્રી તરીકે તેણે રોય, ખાનદાની સફાખાના, બાટલા હાઉસ, મરજાવા, સ્ટ્રીટ ડાન્સર થ્રીડી, લુડો અને ઇન્દૂ કી જવાની જેવી ફિલમો બનાવી છે. અનેક મ્યુઝિમ આલ્બમમાં પણ તે અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે. હવે તે સત્યમેવ જયતે-૨માં ફરીથી જોવા મળવાની છે. જોન અબ્રાહમ સાથે તેની મુખ્ય ભુમિકા છે. દિવ્યાએ કહ્યું હતું કે ફિલ્મ મેકર બનવું સરળ નથી હોતું.   પડકારો આવતા જ રહે છે, તેને નમ્રતાથી સંભાળવા પડે છે. મહિલાઓની ટીમને હું કેમેરા હેન્ડલ કરતી, કોસ્ચ્યુમ ટીમ અને નિર્દેશનના કામમાં જોઉ છું એ જોઇને ગર્વ અનુભવુ છું. 

(9:55 am IST)