Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ફિલ્મ "ખુદા ગવાહ" ફેમ પીઢ અભિનેતા વિક્રમ ગોખલેની હાલત નાજુક : પૂનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ

મુંબઈ: પીઢ અભિનેતા વિક્રમ ગોખલેની તબિયત અચાનક ખરાબ થતા તેને પૂનાની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામા આવ્યા છે. મળતી માહિતી અનુસાર વિક્રમની હાલત ખુબ નાજુક હોવાની બહાર આવ્યું છે.  વિક્રમને પુના ખાતે આવેલ દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  વિક્રમ ગોખલેએ હિન્દી ફિલ્મો સિવાય મરાઠી ફિલ્મોમાં પણ પોતાના અભિનયની છાપ અંકિત કરી છે. વિક્રમ ગોખલેને ફિલ્મ ખુદા ગવાહ અને અગ્નિપથમાં કરેલ અભિનયને લીધે વધુ ઓળખવામાં આવે છે.

(7:49 pm IST)