Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

પ્રિયંકા અને નીક ની ઇચ્છા લગ્નમાં માત્ર અંગત લોકોજ હાજરી આપેઃ લગ્ન સ્થળે હેલિકોપ્ટરમાં બેસીને એન્ટ્રી મારશે

પ્રિયંકા અને નિક જોનાસના લગ્નની ચર્ચા શરૃ થઇ ચુકી છે. લગ્ન ર૯ નવેમ્બરથી ૩ ડિસે. સુધી યોજાવાના છે. બંન્ને અત્યારે દિલ્હીમાં છે. પ્રિયંકાની માતા મધુ ચોપરા ઉમદ ભવનમાં લગ્નની તૈયારી કરતી જોવા મળી હતી.  થોડા દિવસ પહેલા પરિણિતીએ  કહ્યુ હતું કે  સંગીતમા પીસીના  ગીતો પર પરફોર્મ કરવા આતુર છે. પ્રિયંકા કે નીક બંનેમાંથી કોઇએ હજુ સુધી  આ અંગે જાહેરાત કરી નથી. તેનો અર્થ એ કે બંનેની ઇચ્છા છે કે  લગ્નમાં માત્ર તેમના અંગત લોકો જ હાજરી આપે.

પાપારોજીઓથી બચવા માટે પ્રાઇવેટ ચોપર હાયર કરી લીધુ છે જેથી જોધપુર પહેાંચતા સુધીમાં કોઇ તેના ફોટોઝ ન પાડે. મેવાડ હેલિકોપ્ટર સર્વિસના એક સભ્યએ જણાવ્યૂ઼ કે  ર૯ નવેમ્બરથી  ૩ ડીસે. સુધી હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યું છે. ૩ ડીસેમ્બરે પીસી હેલિકોપ્ટરમાં જ જોધપુરથી ઉદયપુર આવશે.

એવી શકયતા દર્શાવાઇ રહી છે કે હેલિકોપ્ટરમાં તેની સાથે નિક પણ હશે. બીજા મહેમાનોને જોધપુર એરપોર્ટથી ઉમેદ ભવન પેલેસ લઇ જવા માટે આ હેલિકોપ્ટર થોડા ધકકા પણ ખાશે.  ચર્ચા મુજબ હેલિકોપ્ટર આવી પાંચ થી છ રાઇડ કરીને બધા મહેમાનોને ઉમેદભવન લઇ આવશે.

(11:28 pm IST)