Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

મોસમી ચેટર્જી બીમાર પુત્રીની ખબર લેવા માટે અદાલતનો દરવાજો ખખડાવ્યો

મુંબઇ: વીતેલા દાયકાની માતબર અભિનેત્રી મૌસમી ચેટર્જીએ મુંબઇ હાઇકોર્ટમાં એવી ધા નાખી હતી કે મારી પુત્રી સખત બીમાર છે અને કોમામાં સરકી ગઇ છે. પરંતુ એના પતિ અને સાસરિયા મને એની ભાળ લેવા દેતાં નથી.છેલ્લે અમિતાભ બચ્ચન, ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણની પીકુ ફિલ્મમાં દેખાયેલી મૌસમી વતી એના વકીલ  હાઇકોર્ટમાં રજૂ થયા હતા અને કોર્ટને વિનંતી કરી હતી કે મારી પુત્રી સખત બીમાર છે અને કોમામાં સરકી ગઇ છે. મારે એને મળવું છે પરંતુ એેના પતિ અને સાસરિયા મને પુત્રી સુધી પહોંચવા દેતા નથી.હાઇકોર્ટે મૌસમીના જમાઇ ડીક્કી મહેતાને પોતાના તરફથી એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. મૌૈસમીએે પોતાની અરજીમાં જણાવ્યા મુજબ ૨૦૧૦માં એની પુત્રી પાયલ અને ડીક્કીએ લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ કોણ જાણે શું થયું, પાયલ ગંભીર રીતે બીમાર થઇ ગઇ અને એને હૉસ્પિટલમાં મૂકવી પડી. હૉસ્પિટલમાં અમે સૌ એનું ધ્યાન રાખતા હતાથોડા સમય પહેલાં પાયલ કોમામાં સરકી ગઇ. આમ છતાં એના સાસરિયાએ એને હૉસ્પિટલમાંથી રજા લેવડાવી અને હાલ ખાર ખાતેના એેમના નિવાસસ્થાનમાં સારવાર ચાલી રહી હોવાનો તેમનો દાવો છે. લોકો મને પાયલને મળવા દેતાં નથી. પ્લીઝ હેલ્પ મી યોર ઓનર...

(4:55 pm IST)