Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

બ્રહ્માસ્ત્ર’ના સેટ પરથી તસ્વીરો લીક :બ્લેકફિટમાં સ્ટંટ કરતા જોવા મળ્યા રણવીર -આલિયા ભટ્ટ

અજવાળુ ઓછું છે અને બન્ને દોરીના સહારે સાવધાન થઈને ઉભા છે.

મુંબઈ :બોલીવુડ એક્ટર રણવીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના સેટ પરથી હાલમાં જ બન્નેની અમુક તસ્વીરો લીક થઈ છે.

આ તસ્વીરો જ્યાં લેવામાં આવી છે ત્યાં અજવાળુ ઓછું છે અને બન્ને દોરીના સહારે સાવધાન થઈને ઉભા છે.

તસ્વીર જોઈને ચોખ્ખુ જણાઈ રહ્યું છે કે આ એક સ્ટંટ સીન છે. તસ્વીરમાં આલિયા અને રણબીર બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. થોડા દીવસો અગાઉ આલિયાને ઇજા થઈ હોવાની ખબર સાંભળવા મળી હતી.

(12:33 pm IST)