Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

ડિસેમ્બરમાં માતા-પિતા બનશે ટીવી પરદાનું કપલ

ટીવીના ખુબ જાણીતા કપલ કરણ પટેલ અને અંકિતા ભાર્ગવના ઘરે પારણું બંધાવાનું છે. કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ ડિસેમ્બરમાં માતા-પિતા બની જશે. નોંધનીય છે કે  વિતેલા વર્ષે અંકિતા ભાર્ગવનું મિસકેરેજ થયું હતું. કરણ અને અંકિતાએ ૨૦૧૫માં લગ્ન કર્યા છે. કરણના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંકિતા અને કરણ બાળકના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને નાનકડા મહેમાનના આગમન માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. જો કે બંનેએ હાલ આ સમાચારને અંગત કારણોસર ગુપ્ત રાખ્યા છે. કરણના પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, એકટરે ખતરો કે ખિલાડી'માં ભાગ લેવા માટે આ વર્ષના જુલાઈ મહિનામાં શો છોડી દીધો હતો.

 

(10:10 am IST)