Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રણબીર કપૂર અને આલીયા ભટ્ટની ઋષિ કપૂર-નીતુ સાથેની તસવીરો વાયરલ

ઋષિ કપૂર હાલ ન્યૂયોર્કમાં કોઈ બીમારીની સારવાર કરાવી રહ્યા છે. પત્ની નીતુ અને દીકરો રણબીર પણ ઋષિની સાથે જ છે. ત્યારે રણબીરની કથિત ગર્લફ્રેંડ આલિયા ભટ્ટ પણ કપૂર ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે ન્યૂયોર્ક પહોંચી ગઈ. થોડા સમય પહેલા જ ન્યૂયોર્કના રસ્તા પર આલિયા રણબીર ફરતાં જોવા મળ્યા હતા. ત્યારે હવે વધુ એક તસવીર સામે આવી છે.

આલિયા-રણબીર, ઋષિ-નીતુ એકસાથે

રણબીર-આલિયાના ફેન્સે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને ઋષિ-નીતુ એકસાથે જોવા મળે છે.

રિલેશનશીપ નથી સ્વીકારી

આલિયા અને રણબીર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. બંને છેલ્લા કેટલાક મહિનાઓથી રિલેશનશીપમાં હોવાની ચર્ચા છે. બંને અવારનવાર એકબીજાના ફેમિલી સાથે જોવા મળે છે. જો કે બંનેમાંથી કોઈએ પોતાની રિલેશનશીપને કન્ફર્મ નથી કરી.

અનેક સેલેબ્સ પહોંચ્યા મળવા

ન્યૂયોર્કમાં સારવાર લઈ રહેલા ઋષિ કપૂરને મળવા બોલિવુડના અનેક સેલિબ્રિટીઝ આવી ચૂક્યા છે. અનુપમ ખેર, પ્રિયંકા ચોપરા, સોનાલી બેન્દ્રે અને જાવેદ અખ્તરે ઋષિ સાથે મુલાકાત કરી. ઋષિ કપૂરે ટ્વિટર પર જાવેદ અખ્તર સાથેની તસવીર શેર કરી હતી.

(5:18 pm IST)